Ajno manvi whatsapp poem

આજનો માનવી હવે Watsapp કરતો થઈ ગયો.
જગ થી જુદો આજે એનો Look થઈ ગયો.

માતા પિતા ને કદી નમન કરતો નહી,
અજાણ્યાંને Good morning કહેતો થઈ ગયો.

સામે મળે છતાં કેમ છો? એવું પુછતો નહી,
હવે Online વાતો કરતો થઈ ગયો.

ખોટા સંબંધો પાછળ રોજ ઉજાગરા કરતો ,
દિલ ના સંબંધો ને Unfriend કરતો થઈ ગયો.

ડાહી સાસરે જાય નહી ને ગાંડી ને સમજાવે,
એવા Status Upload કરતો થઈ ગયો.

મંદિરો માં ઊભા રહીને મોબાઈલ જુવે અને,
રાતે bhagwan na phota ni post પર પ્રભું ને Like કરતો થઈ ગયો.

"સખા" સાચવી ને ચાલજે અહી આડંબર છે,
ખરા ટાણે સંબંધો Logout કરતો થઈ ગયો.

આજનો માનવી હવે watsapp કરતો થઈ ગયો.

0 comments: